વાચક તો છો, સર્જક થવું છે?

અનુભવ વહેંચવામાં જે મજા છે એ કદાચ અનુભવ કરવામાં પણ નહીં હોય. આપણી આ ‘સાયબરસફર’ના જામનગરસ્થિત એક વાચકમિત્ર શ્રી દિવ્યેશભાઈ પટેલે આવો લ્હાવો લૂંટ્યો અને એ સાથે એ ઇન્ટરનેટ પરની એક રસપ્રદ સાઇટ www.scribd.com તરફ આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ કમાયા!
હજી ગયા અઠવાડિયે જ આપણે જેની વાત કરી એ ઇન્ટરનેટની બદલાતી તાસીરનું સરસ ઉદાહરણ છે આ [...]

ઇન્ટરનેટની બદલાતી તાસીરનું ઉદાહરણ

‘સાયબરસફર’માં આપણે મોટા ભાગે રોજબરોજના કામકાજમાં ઉપયોગી એવી સર્વિસીઝ કે સર્ફિંગમાં મદદરૂપ ટૂલ્સની વાત કરીએ છીએ. આજે થોડા સાઇડટ્રેક થઈને, ઇન્ટરનેટ પર અને એના થકી આપણી જિંદગીમાં કેવો બદલાવ આવી રહ્યો છે તેની વાત કરીએ. આ માટે ઉદાહરણરૂપ સાઇટ જોઈશું આ Ñ www.indiaparenting.com/
ન્યૂયોર્કમાં સિટી બૅન્કમાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતાં નિરાલી સાંઘી [...]

ઇન્ટરનેટને ગુજરાતીમાં પૂછો ‘કેમ છે?’

આ વખતે, આપણી આ ‘સાયબરસફર’માં થોડો બ્રેક લઈએ. ડોન્ટ વરી, આપણી આ સફર તો ચાલુ જ રહેવાની છે, પણ આ વખતે આપણે વાત ઇન્ટરનેટની નહીં પણ તમારા પોતાના કમ્પ્યુટરની કરવાની છે. જે વાચકોને કમ્પ્યુટર કે નેટ પર ગુજરાતીમાં કામ કરવું નથી (એવું ના ચાલે!) એ માફ કરે, કારણ કે આ વખતે વાત કરવી છે ગુજરાતીમાં [...]

તમારો પોતાનો બ્લોગ કેમ બનાવશો?

બેત્રણ અઠવાડિયાં પહેલાં, બ્લોગ વિશે અને ત્યાર પછી ગુજરાતીમાં બ્લોગિંગ વિશે વાંચ્યા પછી, ઘણા વાચકમિત્રોએ બ્લોગ બનાવવાનું વધુ વિગતવાર અને સરળ માર્ગદર્શન ઇચ્છ્યું છે. પહેલાં જાતે જોશિશ કરી જોવાની એમની ભાવનાને બિરદાવીને, આ અંકમાં આપણે બ્લોગ બનાવવા વિશે, ટૂંકમાં પણ એકડેએકથી જાણીએ. બ્લોગ બનાવવા માટે દુનિયાભરમાં મુખ્યત્વે ગૂગલની ‘બ્લોગર’ અને ‘વર્ડપ્રેસ’ સાઇટ અત્યંત લોકપ્રિય છે. [...]

હવે તમે દૂધ લેવાનું ભૂલશો નહીં !

હવે તમે દૂધ લેવાનું ભૂલશો નહીં !
તમારી યાદશક્તિ કેવીક છે? મલ્ટીટાસ્કિંગના આ જમાનામાં તમે સ્ટુડન્ટ હો કે એક્ઝિક્યૂટિવ, દીકરીને હોમવર્કમાં મદદ કરતી મમ્મી હો કે હસબન્ડને બિઝનેસમાં યથાશક્તિ મદદ કરતી મોડર્ન વાઇફ, તમારી લાઇફમાં કેટલીય વાર એવું બન્યું હશે કે તમારી યાદશક્તિ દગો દઈ ગઈ હશે, કરવા ધારેલું કોઈ કામ ભૂલાઈ ગયું હશે અને કોઈને [...]

ઇન્ટરનેટ પર પણ સક્રિય છે આરએસએસ !

આરએસએસ વિશે તમે કેટલું જાણો છો? વેઇટ, વેઇટ, તમારા જીકેનું અપમાન કરવાનો કોઈ ઇરાદો નથી કેમ કે અહીં આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નહીં પણ ‘રીયલી સિમ્પલ સિન્ડિકેશન’ની વાત કરીએ છીએ!
ઇન્ટરનેટના દરિયામાંથી, તમને ગમતાં મોતી, તમારી કોઈ મહેનત વિના તમારી સામે હાજર કરતા મરજીવાનું કામ કરે છે આ આરએસએસ. ઉદાહરણથી વાત સમજીએ. ગયા અઠવાડિયે, [...]

બ્લોગિંગની મજા, ગુજરાતીમાં !

સરસ મજાનાં, સ્મરણવનમાં ખોવાઈ ગયેલાં ગુજરાતી ગીતો વાંચવાં કે સાંભળવાં છે? નવોદિત કે સિદ્ધહસ્ત કવિઓના ભાવજગતમાં ડૂબકી લગાવવી છે? ટૂચકાની મસ્તી કરવી છે? સાહિત્યજગતના ચૂંટેલા લેખો માણવા છે? જગતના ખૂણેખાંચરે વસેલા ગુજરાતીઓના મનમાં શું ચાલી રહ્યું છે એનો તાગ મેળવવો છે? કોઈ એક વિષય પર જુદા જુદા લોકો કલમ ચલાવી કવિતાઓ સર્જે તો કેવું ભાવવિશ્વ [...]

તમારે પણ બ્લોગર બનવું છે?

થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ’ શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી ‘બ્લોગ’ શબ્દે જગાવી છે. એટલી હદે કે વિદેશોમાં લખાતા કેટલાક બ્લોગ તો વાચકોની સંખ્યા બાબતે રાષ્ટ્રીય અખબારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર?
બ્લોગ શબ્દ જન્મ્યો છે વેબલોગમાંથી, જેનો સાદો અર્થ છે વેબ પર [...]

કૅમેરા ક્લિક કરીને, ક્લિક કરો માઉસ

જેટલી મજા કવિતા લખવામાં છે, એટલી જ કોઈને ધરાર સંભળાવવામાં છે  પૂછી જુઓ કોઈ પણ  નવોદિત કવિને! એવું જ ફોટોગ્રાફીમાં. આપણા પાડેલા ફોટોગ્રાફ આખી દુનિયાને બતાવવાનું હવે સાવ સહેલું પણ છે  યાહૂની ફ્લિકર (flickr.com) કે ગૂગલની પિકાસા વેબ આલ્બમ જેવી સર્વિસના પ્રતાપે.
પણ ફોટોશૅરિંગની વાત કરતાં પહેલાં જાણીએ ફોટો મેનેજમેન્ટ. ડિજિટલ કૅમેરા કે કૅમેરાફોનના જમાનામાં રોલ [...]

ઇન્ટરનેટ પર ગાંધીયાત્રા!

દાંડીયાત્રાના દિને નીકળવાનું થયું ગાંધીયાત્રા પર, સાયબરજગતમાં.
લગભગ આખી દુનિયા નેટ પર આંખ મીંચીને જ્યાં પહેલું ડગ માંડે છે એ ગૂગલ પર ‘ગાંધી’ લખીને સર્ચ કરો એ સાથે ૦.૦૨ સેકન્ડમાં ગૂગલ ૧,૮૫,૦૦,૦૦૦ પરિણામોનો ખડકલો તમારી સામે મૂકી દે છે. મતિ મૂંઝાઈ જાય એવી સ્થિતિ છે. ગાંધીજીનું નામ ધરાવતી સાઇટ પણ કેટકેટલી…mahatmagandhiji.com (ગાંધીજીના નામે ઓર્ગેનાઇઝેશન હોય તો [...]

કરામતી આંગળીએ સર્જેલા કસબની વાત

સફરનો ખરો આનંદ ક્યારે આવે? જ્યારે આપણે આપણી મરજી મુજબ હરી-ફરી શકીએ ત્યારે. બધું પહેલેથી નક્કી કરીને નીકળીએ એવી, રિઝર્વેશન-બુકિંગ કરાવેલી ટુરમાં સગવડ સચવાય પણ એમાં અસલી મજા નથી. અસલી મજા તો ક્યાંક જતા હોઈએ ત્યારે ટ્રેન ઊભી રહેતાં વચ્ચેના કોઈ સ્ટેશને ઉતરી પડવામાં છે. એવાં આંધળુકિયાં કરીએ તો ઘણું નવું જાણવા ને માણવા મળે.
સાયબરસફરમાં [...]

ગમતાંનો કરો ગુલાલ, `સ્ટમ્બલ અપોન’થી

ગૂગલ કે યાહૂ જેવાં સર્ચ એન્જિન કેમ સ્માર્ટ મનાય છે, ખબર છે? એમાં કોઈની પોતાની મગજમારી ચાલતી નથી, તમે ઑર્ડર આપો અને જે રિઝલ્ટ મળે તે કોમ્પ્યૂટર જનરેટેડ હોય!
જોકે ઘણાને આ જ વાતનું દુ:ખ છે, આમાં હ્યુમન ટચ ન મળે? જો તમે પણ સર્ચિંગમાં હ્યુમન ટચની શોધમાં હો તો તમારા માટે છે સ્ટમ્બલ અપોન. [...]

સાયબરજગતની ‘પૅકેજ્ડ’ ટુર કરવી છે?

`સાયબરસફર’ના વાચકોની મીઠી ફરિયાદ છે – આ કૉલમમાં જે સાઇટ્સ કે સર્વિસની માહિતી અપાય છે તેનાં ઇન્ટરનેટ-સરનામાં આપવામાં આવતાં નથી.
વાત સાચી છે, પણ જેમ ડિક્શનરીમાં કોઈ ચોક્કસ શબ્દ પર પહોંચવા પાનાં ફેરવીએ અને બીજા નવા શબ્દો પર નજરે ચઢે એવું કંઈક અહીં કરવાનો ઇરાદો હોય છે. ઇન્ટરનેટ પર ગૂગલ કે યાહૂ જેવાં સર્ચિંગ એન્જિન [...]

ગુલાબી મોસમમાં સંભાળજો કાળા વાયરસથી

વેલેન્ટાઇન ડે નજીક આવે એટલે લોકોના દિલમાં પ્રેમનો પારો ઊંચે ચઢે એ સાથે ઇન્ટરનેટ પર વાયરસના વાયરા પણ જોરથી ફૂંકાવા લાગે છે. વેલેન્ટાઇન ડે સમયે, સૌનાં દિલમાં કૂણી કૂણી લાગણીઓ જન્મી હોય અને આખી દુનિયા સરસ મજાની, ભરોસાપાત્ર લાગતી હોય ત્યારે `યોર ટ્રુ લવ’ કે `વીથ ટેન્ડર લવ’ જેવા સબ્જેક્ટ સાથેના ઇ-મેઇલ્સ ખોલવાનું કોઈને પણ [...]

ચાની ચૂસ્કી સાથે વાંચો હજારો અખબાર

ગુજરાતીઓની એક ખાસિયત છે – પડોશમાં રહેતા બે પરિવાર બે જુદાં જુદાં છાપાં બંધાવે. આપલે કરવાથી બે છાપાં વાંચી શકાય ને ખર્ચ પણ બચે. આ ખાસિયત ગૂગલના પ્રોગ્રામર્સ સુધી કેમ પહોંચી એ તો ખબર નહીં, પણ એમણે એક સાથે સાડા ચાર હજાર જેટલી મીડિયા સાઇટ્‌સ પર નજર નાખી શકાય, આપણી ફૂરસદે ને આપણને જોઈએ એ [...]