ગુજરાતી ‘ઓરકૂટ’!

ઓરકૂટ વિશે સાંભળી સાંભળીને (કે એનો ઉપયોગ કરી કરીને – જેવી જેની કેટેગરી!) તમે થાક્યા હશો. હવે એના ગુજરાતી અવતાર સમા, ગુગજરાતીઓ માટેના અને ગુજરાતીમાં (પણ ઓરકૂટ કરતાં અલગ પડીને, સદભાવના સાથે) ચાલતા સોશિયલ નેટવર્કની મુલાકાત લેવી હોય તો ક્વિક-ક્લિક કરો અહીં! આમાંથી પ્રેરણા લઈને ધારો તો તમારું પોતાનું સોશિયલ નેટવર્ક પણ બનાવી શકશો – [...]

રમેશ કી-બોર્ડ

યુનિકોડ માટે માઇક્રોસોફ્ટનું ઇન્સ્ક્રીપ્ટ કીબોર્ડ વાપરતા લોકોને ખ્યાલ હશે કે એમાં નાની નાની ઘણી ખામી છે. જેમ કે, આશ્ચર્યચિહ્ન, અવતરણ વગેરે માટે આપણે નમરીક કીબોર્ડના લાંબા રસ્તા લેવા પડે છે. અને એમએસ ૨૦૦૩માં આંકડા અંગ્રેજીમાં જ લખાય છે.
આવી બધી ખામી સુધારીને, સરસ મજાનું નવું કી-બોર્ડ બનાવીને સૌને પ્રેમથી ભેટ આપ્યું છે શ્રી માવજીભાઈએ. સાથે ઇન્સ્ક્રીપ્ટ [...]