ગુજરાત તમે કેટલું જોયું-જાણ્યું છે?

આપણી ભાષાના સમૃદ્ધ સર્જક શ્રી દિલીપ રાણપુરાએ ગુજરાત અને ગુજરાતના લોકોને બહુ નજીકથી જોયા છે. આવો, તેમના સાદર ઋણસ્વીકાર સાથે, તેમની કલમે ગુજરાત દર્શન કરીએ…
પ્રવાસ કરવો એટલે ગુજરાત બહાર જ જવું એવું થોડું જ છે? જે રાજ્યના આપણે મૂળ રહેવાસી છીએ તે રાજ્યમાં જ કેટલું બધું જોવાનું, માણવાનું છે. આપણો આખો અતીત, એટલે કે ઈતિહાસ, [...]