પ્રવાસના ત્રણ અનુભવની વાતઃ ગુલામી હજી ગઈ નથી?

દિવાળીની રજાઓમાં ઉત્તર અને મધ્ય ભારતના પ્રવાસે જવાનું થયું. કોઈએ લખ્યું છે કે જિંદગી એક પુસ્તક સમાન છે ને જીવનમાં પ્રવાસ ન કરનાર વ્યક્તિ એ પુસ્તકનાં બહુ ઓછાં પાનાં વાંચી શકે છે. પ્રવાસે ગયા હોઈએ ત્યારે આ વાત પાછળનો મર્મ વધુ સ્પષ્ટતા સાથે સમજાય છે. દસેક દિવસના આ પ્રવાસમાં ત્રણેક વાત ચિત્ત પર કોરાઈ [...]

શું લાગે છે? શું થશે આ લોકોનું અને ગુજરાતનું?

ગુજરાતમાં આખરે રણશિંગું ફૂંકાઈ ગયું છે. ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને યુદ્ધરેખાઓ ખેંચાઈ ગઈ છે… આવે સમયે, આપણે એક સામાન્ય ગુજરાતી તરીકે, ગુજરાતના ચૂંટણીજંગ પર છવાઈ રહેલાં કેટલાંક મોટાં માથાંના ભાવિ વિશે થોડા હળવા હૈયે થોડી અટકળો કરી લઈએ…
નરેન્દ્ર મોદી :
આ માણસને તમે પ્રેમ કરો કે ધિક્કારો, ગુજરાતના સમગ્ર ચૂંટણી કૅન્વાસમાં સૌથી મોટી [...]

ગુજરાતે કર્ણાટક બનવું છે?

અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતમાં રાજકીય ફ્રન્ટ પર એક સાથે ઘણું ઘણું બની રહ્યું છે… કેન્દ્રમાં મધ્યસત્ર ચૂંટણી માંડ માંડ અટકી હોય એવી સ્થિતિ છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં તો તેની અવધિ અનુસાર ચૂંટણી યોજાઈ રહી છે, પણ કર્ણાટકમાં સમય કરતાં વહેલી ચૂંટણી આવી પડે તેવી સ્થિતિ નિવારવાના પ્રયાસો [...]

ધોની ને રાહુલ સરખા? હાઉઝ ધેટ?

ટવેન્ટી૨૦ વર્લ્ડકપની ધમાકેદાર ફાઇનલમાં ભારતે બિલકુલ છેલ્લી ઑવરમાં પાકિસ્તાનના મોંએ આવેલો કપ ઝૂંટવી લીધો એ સાથે જ ભારતમાં ન્યુ એજ, યંગ ક્રિકેટનો પણ ધમાકેદાર જન્મ થઈ ગયો.
પાંચ દિવસની બોરિંગ ટેસ્ટ મેચને સ્થાને ફાસ્ટ વનડે મેચ રમાવાની શરૂઆત થઈ ત્યારે ઘણા લોકોએ ક્રિકેટની ખરી મજા ખતમ થઈ જશે એવી બગાસાં જન્માવતી વાતો કરી હતી. [...]

રાષ્ટ્રપતિભવનઃ પાટીલ મળ્યાં, પણ પ્રતિભા ગુમાવી?

આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતના ૧૩મા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે મતદાન ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમુક તમુક ઉમેદવારને જ મત આપવા માટે રાજકીય પક્ષો પોતાના સાંસદો કે ધારાસભ્યોને વ્હીપ આપી શકતા નથી અને એ સૌ પોતાના `અંતરાત્માના અવાજ’ને અનુસરીને મત આપી શકે છે – આ એક આદર્શ કલ્પ્ના છે, હકીકત તેનાથી ઉલટી જ હોય [...]