ભાષા તો ડીએનએ જેવી છે, ઇઝન્ટ ઇટ?

હમણાં એક સમાચારે ધ્યાન ખેંચ્યું – શીર્ષક હતું કે `વિશ્વની ભાષાઓ ઝડપથી લુપ્ત થઈ રહી છે’. મથાળાની ઉપર પેટામથાળું હતું કે `સરેરાશ દર પખવાડિયે એક ભાષા લુપ્ત થાય છે.’
સમાચાર વાંચતાં વધુ વિગતો મળી કે સમગ્ર વિશ્વમાં લગભગ ૬,૫૦૦ ભાષાઓ બોલવામાં આવે છે. જેમાંથી દર બીજા અઠવાડિયે સરેરાશ એક ભાષા તેના બોલનારા વૃદ્ધ લોકોની વિદાય સાથે [...]