ગયા અઠવાડિયે આપણે, ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે કોઈ ઇ-મેઇલ સ્પૂફિંગ કરીને આપણા આઇડીનો ઉપયોગ કરી શકે એની વાત કરી હતી. વાત માત્ર ઇ-મેઇલ પૂરતી સીમિત નથી.
હવે વેબ ૨.૦ના જમાનામાં, જેમાં મારા-તમારા જેવા નેટયુઝર્સ પણ કન્ટેન્ટ જનરેટ કે શૅર કરી શકે છે એવા સમયમાં, નેટ પર ડગલે ને પગલે તમારા આગવા એકાઉન્ટ માટે આઇડી અને પાસવર્ડ નક્કી કરવાં પડે છે. બ્લોગ લખવા, ફ્રેન્ડ્સ સાથે ચૅટ કરવા, નેટ પર નોકરી શોધવા, લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ કરવા… બધાંમાં જોઈએ પાસવર્ડ. બધી રીતે ગોઠવાયા પછી નેટબેંકિંગનો ઉપયોગ શરૂ કરો તો પણ જોઈએ પાસવર્ડ. આ બધામાં નેટબેંકિંગના પાસવર્ડ જો કોઈ ‘ચોરી’ જાય તો સૌથી વધુ ઉપાધિની શક્યતા.
તો ‘ફૂલપ્રૂફ’ પાસવર્ડ કેવી રીતે બનાવવા? ગાંધીનગરથી વાચકમિત્ર અશ્વિન જાટીયાએ મોકલેલી આ ‘પાસવર્ડ પ્રોટેકશન ટીપ્સ’ ખરેખર ઉપયોગી થાય તેવી છે…
· નક્કી કરેલ પાસવર્ડમાં ઓછામાં ઓછા છ અક્ષર હોય તે જરૂરી છે.
· ડિક્સનરી કે શબ્દકોશમાં હોય તેવા શબ્દો ક્યારેય પાસવર્ડ માટે નક્કી કરવા ન જોઈએ. તેમ જ બીજે ક્યાંય ઉપયોગ કર્યો હોય તે પાસવર્ડ અન્ય જગ્યાએ ક્યારેય ન વાપરવો જોઈએ.
· કી-બોર્ડ પેટર્ન મુજબ પાસવર્ડ નક્કી ન કરવો (જેમ કે, asdf). તે જ રીતે સળંગ નંબર પણ ન આપવા જોઈએ (જેમ કે, ૧૨૩૪).
· પાસવર્ડમાં આલ્ફાબેટ (એબીસીડી) નમરીકલ (નંબર/આંકડા) તથા વિવિધ સાઇન્સ (નિશાની)નો ઉપયોગ કરવાથી તે વધુ સલામત બને છે. આ ઉપરાંત લોઅર કેસ તથા અપર કેસનો ઉપયોગ પણ કરવો જોઈએ (જેમ કે, ParK#28)
· ફક્ત લોઅર કેસ, ફક્ત અપર કેસ અથવા ફક્ત નંબરનો ઉપયોગ કરવો ન જોઈએ.
· કલ્પના શક્તિ દોડાવીને સ્પેશ્યલ કેરેકટર બનાવો. જેમ કે ઝીરો માટે ‘ઓ’ અથવા એસ માટે ‘ડોલર’ જેવી નિશાનીનો ઉપયોગ કરી શકાય. Ashwin માટે @$hwin એ મુજબ પાસવર્ડ બનાવીએ તો બીજા માટે આ પાસવર્ડની કલ્પના કરવી મુશ્કેલ બનશે.
· થોડા વધુ આગળ વધીને (કે રીક્ષાચાલકો પાસેથી પ્રેરણા મેળવીને!) નવા પ્રકારનાં વાક્યો પણ બનાવી શકાય. જેમ કે Love to Laugh માટે તમે Luv2L@f લખી શકો.
· શકય હોય ત્યાં સુધી કોઈ પણ કેરેકટર રીપીટ કરવાં ન જોઈએ. (જેમ કે dd11).
· કોઈ પણ ટીપ્સ આપી હોય ત્યાંથી તેની નકલ કરીને એનો એ જ પાસવર્ડ ક્યારેય આપવો નહીં.
· તમારો પાસવર્ડ કોઈને ક્યારેય બતાવવો નહીં તેમ જ પાસવર્ડ ક્યાંય લખવો પણ નહીં. કોઈને પાસવર્ડ આપવાની જરૂર ઊભી થાય તો ઇ-મેઇલ કે એસએમએસથી ક્યારેય પાસવર્ડ મોકલવો ન જોઈએ.
· જ્યાં આઇડી તરીકે તમારું ઇ-મેઇલ આઇડી આપવાનું હોય ત્યાં અચૂક નવો પાસવર્ડ બનાવો. ઇ-મેઇલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલેચૂકે પણ ન લખવો નહીં.
સૌથી અગત્યની વાત, થોડા થોડા સમયે તમારો પાસવર્ડ બદલતા રહો. સલામતીની સાથેસાથે કલ્પનાશક્તિ અને યાદશક્તિ પણ વધશે!
Filed under: સાયબરસફર
સરસ માહિતી!
aavo saras lekh aapavaa badal aabhar .
aa blog ma aava darek lekh ni email thi bija koine link aapi shakay evi vyavastha karo to sona ma sughdh bhale.
khub majaano lekh himanshubhai …
good info.
પાસવર્ડ જનરેટર જેવાં સોફ્ટવેરનો ઉપયોગ પણ કરી શકાય છે..
આદરણીય શ્રી હિમાંશુભાઈ
તમારો આભાર માની હું આગળ વધીશતમારો બ્લૉગ એકદમ સુંદર રીતે તૈયાર કરેલ છે. ખાસ કરી તેમાં એક સરખાં ફોન્ટ,મુદ્દાસરની તમારી રજૂઆત, મારા જેવા દરેક બ્લૉગરએ સમજવાની છે. અભિનંદન .
તમે ખૂબ જ સુંદર કામ ક્ય્રુ છે, મારા જેવા નવોદિત મિત્રો કે જેને આજના આ નેટ જગતમાં કૈક કહેવા માટે આટલા સરળ,અલગ, ઝડપી અને અસરકારક મંચની જરુર હતી, છેલ્લા બે માસના સતત પ્રયાસ પછી પણ હું સફળ થયો નહોતો…સરવાળે મારો એક સવારે ” દિવ્ય ભાસ્કર ” નો લેખ મારે કામ આવ્યો.
તમારા એ લેખને કારણે જ હું મારો બ્લૉગ તૈયાર કરી શક્યો. તમારો હું ખરેખર સાચા હ્રદયથી આભાર માનું છું
http://kcpatel.wordpress.com
સમયાનુકૂલતાએ નજર નાંખ