યુનિકોડ માટે માઇક્રોસોફ્ટનું ઇન્સ્ક્રીપ્ટ કીબોર્ડ વાપરતા લોકોને ખ્યાલ હશે કે એમાં નાની નાની ઘણી ખામી છે. જેમ કે, આશ્ચર્યચિહ્ન, અવતરણ વગેરે માટે આપણે નમરીક કીબોર્ડના લાંબા રસ્તા લેવા પડે છે. અને એમએસ ૨૦૦૩માં આંકડા અંગ્રેજીમાં જ લખાય છે.
આવી બધી ખામી સુધારીને, સરસ મજાનું નવું કી-બોર્ડ બનાવીને સૌને પ્રેમથી ભેટ આપ્યું છે શ્રી માવજીભાઈએ. સાથે ઇન્સ્ક્રીપ્ટ કી-બોર્ડનો રસપ્રદ, માહિતીસભર ઇતિહાસ પણ આપ્યો છે.
ડાઉનલોડ કરવા માટે પહોંચી જાવ એમની સાઈટ પર!
Filed under: ક્વિક-ક્લિક | Tagged: કી-બોર્ડ, માવજીભાઈ
માવજીભાઈનો લેખ સરસ છે.
પન ઘણા વખતથી મારા મગજમાં ઘેરાતા એક પ્રશ્નને વાચા આપું છું.
આમ જુદા જુદા લોકો જુદા જુદા કી બોર્ડ બનાવે, જુદા જુદા જુદા ફોન્ટ બનાવે , તે યોય છે?
ઈ માટે ee , I
ઊ માટે oo,U
અનુસ્વાર માટે ^ , m
છ માટે chh, Ch
આ બધી વીવીધતા બહુ જ ગોટાળા સર્જે છે
એવી જ કે એથી પણ ગંભીર અરાજકતા ફો ન્ટમાં છે. હમણાં જ એક ‘રામ કીર્તી’ ફો ન્ટ જોવા મળ્યો . યુનીકોડમાં હોવા છતાં એનું શ્રુતી માં રુપાંતર ન થઈ શક્યું.
આ બધામાં એકવાક્યતા કોણ લાવશે?
થોડી ટાઈપીંગની ભુલ માટે માફ કરશો.
અતિ સુન્દર વાહ વાહ્
અતી સુન્દર વાહ વાહ્
બહુ જ સુન્દર સારો પ્રયત્ન