ચાલો ઇન્ટરનેટ પબ્લિક લાઇબ્રેરીમાં !

ઇન્ટરનેટ પર નવાંસવાં ડગ માંડનારા લોકોની એક કાયમી ફરિયાદ હોય છે – તેમને નેટ પર બહુ ઝડપથી કંટાળો આવી જાય છે! એવું કેમ થાય છે? કારણ કે ચોતરફથી સાંભળ્યું તો ઘણું હોય કે ઇન્ટરનેટ એટલે રસપ્રદ માહિતીનો દરિયો – જે જોઈએ તે ચપટીમાં મળી જાય (આવી હવા ભી કરવામાં અમારા જેવાનો વાંક પણ ખરો!) પછી ખરેખર નેટ ચાલુ કરીને બેસો ને ગૂગલમાં સર્ચિંગ કરો તો લાંબાંલચક લિસ્ટ આવે. એમાં કઈ લિંક કામની હશે એ ઝટ સમજાય નહ, એક-બે લિંક ટ્રાય કરો તો લાગે કે કંઈક ભળતું જ ઓપન થયું અને પછી આવે કંટાળો!

ખરું કારણ એ છે કે આપણને મોટા ભાગે વિષય કે પ્રકાર પ્રમાણે જોઈતી માહિતી શોધવાની આદત હોય છે – એકલદોકલ શબ્દ પ્રમાણે નહ. આપણાં રોજિંદાં પુસ્તકાલયોમાં (સાચ્ચું કહેજો, છેલ્લે ક્યારે ગયા હતા?) પહેલાં લેખક કે નવલકથા કે કવિતા જેવા વિભાગના કબાટ શોધીએ અને પછી જોઈતું પુસ્તક શોધીએ. કારણ કે ત્યાં `રક્ત ટપકતી સો સો ઝોળીએવું લખતાં ઝવેરચંદ મેઘાણીનું `કોઈનો લાડકવાયોગીત ધરાવતું પુસ્તક કે તેનું પાનું સામે આવે એવી કોઈ વ્યવસ્થા નથી. ઇન્ટરનેટમાં એવી સગવડ છે તો એની આપણને હજી આદત નથી!

આનો ઉપાય છે ધ ઇન્ટરનેટ પબ્લિક લાઇબ્રેરી. ઇન્ટરનેટ હજી પશ્ચિમમાં પણ નવું નવું હતું ત્યારે, એટલે કે છેક ૧૯૯૫માં અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિશીગન સ્કૂલ ઑફ ઇન્ફર્મેશનના પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓને પુસ્તકાલયોમાં રહેલાં વાસ્તવિક પુસ્તકો, ઇન્ટરનેટ પર વિખરાયેલા પડેલા જ્ઞાન અને ઇન્ટરનેટ પર સાચી, વિશ્વસનીય માહિતી માટે ફાંફાં મારતા મારા-તમારા જેવા લોકોને સાંકળવાનો વિચાર આવ્યો. ઇન્ટરનેટ પહેલાં આંગળી ચધવાનું પુણ્ય ગ્રંથપાલો મેળવતા હતા. એ જ કામ લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેટ પર પણ ઉપાડી લીધું. પછી તો બીજી યુનિવર્સિટી પણ આ પ્રોજેક્ટમાં સંકળાઈ, ઇન્ટેલ અને સન માઇક્રોસિસ્ટમ્સ જેવી ધરખમ કંપનીઓનો ટેકો મળ્યો એટલે ઇન્ટરનેટ પરની આ પબ્લિક લાઇબ્રેરી વધુ ને વધુ વિકસવા લાગી.

અત્યારે આ સાઇટને રોજની એક લાખથી વધુ `હીટ્‌સમળે છે. આ સાઇટ વાસ્તવિક લાઇબ્રેરી જેવું જ માળખું ધરાવે છે. અહ પણ કીવર્ડ પ્રમાણે સર્ચ કરવાની સગવડ તો છે જ, પણ વિષય પ્રમાણે ડા તરવાની સુવિધા પણ છે. ભવિષ્યના લાઇબ્રેરિયન્સ અહ જુદા જુદા વિષય અને પેટાવિષય અનુસારની માહિતી આપતી વેબસાઇટ્‌સ શોધી, તેનું મૂલ્યાંકન કરી, યોગ્યની પસંદગી કરી, વ્યવસ્થિત ગોઠવી, તેનો ટૂંક સાર આપીને આપણી સમક્ષ મુકે છે! વાસ્તવિક લાઇબ્રેરીની જેમ અહ તમને દુનિયાભરનાં અખબારો પણ વાંચવા મળશે ને કીડ્‌સસ્પેસ અને ટીનસ્પેસ જેવા ખાસ વિભાગો પણ મળશે, તેમ જાતભાતની ડિક્ષનરી અને એન્સાયક્લોપીડિયાની લિંક પણ મળશે. કહેવાની જરૂર ખરી કે અહ ફ્રી વેબસાઇટ્‌સની જ લિંક આપવામાં આવે છે?

પુસ્તકાયલની વાત નીકળી છે તો એક ગુજરાતી ઇ-બુકની પણ વાત કરી લઈએ – સંખ્યાબંધ ગુજરાતી બ્લોગર્સ જેમને પ્રેમથી સુરેશદાદા કહે છે એવા શ્રી સુરેશભાઈ જાનીની આ સાઇટ પરથી એક નિ:શુલ્ક ગુજરાતી ઇ-બુક ડાઉનલોડ કરી શકાશે. પુસ્તક ઊંઝા જોડણીમાં છે, પણ ઇ-બુક કેવી હોય અને નિવ્ત્તિ પછીય બ્લોગ કોઈને કેટલા પ્રવૃત્ત રાખી શકે છે એ પણ જોઈ-જાણી શકાશે!

7 Responses

  1. મારા પુસ્તકની માહીતી આપવા માટે આભાર.

  2. સરસ લિંક

  3. ઉપયોગી લિન્ક.

  4. nice info for new-comers
    thanks ……..

  5. લો હીમાંશુભાઇ કીકાણીનું નામ અને નોંધ બધું ઉંઝામાં

    http://gadyasoor.wordpress.com/2008/08/07/cyber-safar/

  6. Excellent,

    Work made simple by you….Thanks a lot

    Your link has encouraged me to own a blog……

    Thanks for path and inspiration

  7. a good link for guggulog , we are proud of this

Leave a Reply