આપણે અહીં મોટા ભાગે, રોજિંદા કામકાજમાં ઉપયોગી થાય એવી ઇન્ટરનેટની વિવિધ સર્વિસીઝ વિશે જાણકારી મેળવતા રહીએ છીએ, અને મોટા ભાગે, ઇન્ટરનેટનો ખાસ પરિચય ન ધરાવતા લોકોને વિશેષ ધ્યાનમાં રાખવામાં આવે છે. આજે, જેમને ઇન્ટનેટ સાથે પ્રમાણમાં વધુ ઘરોબો છે એવા લોકો માટે થોડી ‘ઝલકિયાં’. આમાંથી વાચકોને વધુ ઉપયોગી લાગે એ સાઇટ/ સર્વિસ વિશે થોડું વધુ વિગતવાર લખવાના પ્રોમિસ સાથે…
- એડ્રેસબુક, કેલેન્ડર, ટાસ્ક્ વગેરેને ઓનલાઇન અને અપટુડેટ રાખવાં છે? ટ્રાય કરો પ્લેક્સોની આ સર્વિસ. તમારા પરિચિત તેમની કોન્ટેક્ટ ડિટેઇલ બદલે તો તમારી એડ્રેસબુક આપોઆપ અપડેટ થઈ જશે!
- ઓનલાઇન મિત્રો સાથે ચૅટ કે ઑડિયોવીડિયો કોન્ફરન્સિંગ કરવામાં રસ છે? પહોંચો અહીં.
- ટાબરિયાંથી માંડીને આર્કિટેક્ટને ઉપયોગી થાય એવાં ૩ડી મોડેલ્સ રમતરમતમાં બનાવતાં શીખવું છે? ગૂગલની આ ભેટ છે આપના માટે.
- તમારા વેબકૅમની મદદથી, ઇન્ટરનેટ પર તમારી પોતાની લાઇવ ચેનલ શરૂ કરવી છે કે બીજાની લાઇવ ચેનલ જોવી છે? તો ફંફોસી જુઓ યાહૂની આ સર્વિસ.
- ફૂરસદના સમયે રમવા જેવી અને કામનો સમય બગાડે એવા જોખમવાળી રમતો રમવી છે? પહોંચો, સાઇટના દાવા મુજબ, ઓનલાઈન ગેમ્સની દુનિયાની સૌથી મોટી, પણ નામમાં મિની સાઇટ પર.
- માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ કે પાવરપોઇન્ટ જેવું કામ ઓનલાઇન કરવું, સ્ટોર કરવું અને શૅર કરવું છે? તપાસી જુઓ આ સર્વિસીઝ – ગૂગલ ડોક્સ, થીંકફ્રી અને ઝોહો.
- સેમિનારની જેમ વેબિનાર કરીને ટીમ મીટિંગ કે ટ્રેનિંગ કરવી છે? આ સર્વિસ ઉપયોગી છે.
- ઇમેઇલમાં મોકલી ન શકાય એવી હેવી ફાઇલ્સ અપલોડ કરવા, સ્ટોર કરવા શેર કરવા માટે આ સાઇટ કામ લાગશે.
- તમે એક કરતાં વધુ કમ્પ્યૂટર પર કામ/ સર્ફિંગ કરો છો? તમારા રસની કે કામની બધી બાબતો અને લિંક્સ સાચવો એક ઓનલાઇન પેજ પર! ગૂગલનું આઇગૂગલ પેજ ટ્રાય કરો કે અહીં જાઓ.
- અને છેલ્લે, વાચકમિત્ર જૈમિન કંસારાએ મોકલેલી આ ટીપ ટ્રાય કરો… ગૂગલના આ પેજ પર જાઓ, તમારા શહેરનું નામ એન્ટર કરો અને શહેરનાં કયા થિયેટરમાં કઈ ફિલ્મ ચાલે છે એ જાણી લો, ટાઇમિંગ સાથે!
Filed under: સાયબરસફર
વાહ, સરસ સંકલન.
આમાં મજા આવી ગઇ! http://www.google.co.in/movies?sc=1&near=pune&rl=1
ગુગલ મુવીઝ તો મસ્ત છે. તેનાં પરથી અમે બે ત્રણ વખત સમય બચાવી લીધો! અને હા. તમે છેલ્લેથી ત્રીજા નંબરનાં પોઇન્ટમાં લિન્કમાં કંઇ ખોટી લિન્ક આપી દીધેલ છે.
લિંક સુધારી લીધી છે… દિવ્ય ભાસ્કર માટે લિંક લખવી પડે છે અને અહીં આપવી પડે છે – આ લખવા-આપવામાં હું ગૂંચવાઈ જાઉં છું!