શું લખું?

સહિયારું સર્જન (http://sarjansahiyaaru.wordpress.com/2007/07/27/sarjankriya46_shu_lakhu/ ) ખરેખર કેવી મજાની પ્રવૃત્તિ છે, એનો અનુભવ હમણાં થયો. દર અઠવાડિયે એમાં એક પંક્તિ કે વિચાર આપવામાં આવે અને પછી એના પર કવિતા, ગઝલ લખવા આમંત્રણ આપવામાં આવે. હમણાં એનો એક મેઇલ આવી પડ્યો, વિષય હતો – શું લખું? ઘણા સમયથી મારા મનમાં ઘૂમરાતો એ જ સવાલ કોઈના તરફથી વાંચવા મળ્યો એટલે ખરેખર કંઇક લખવાનું જોમ ચઢ્યું.

જવાબમાં મેં આ લખ્યું… પહેલી વાર કવિતા – કે કહો કે ગતકડું – લખવાની મજા આવી !!

લખવાના વિચાર માત્રથી આવે જ્યાં લખલખું,
કલમ બોળું કે જાત ઝબોળું, લખું તો શું લખું?

અમથું, જરી, હેતથી કોઈ પૂછે તોય ધખધખું,
મનડું દોડે આડું ને અવળું, લખું તો શું લખું?

થોડું ગબડે આ ગાડું, ત્યાં ફરી આવે ડખડખું,
જરા અજવાળું ત્યાં ફરી ધબ્બ કાળું, શું લખું?

ભીંસ વધે, રીસ ચડે, કલમ ને કાગળ બેય કરડે,
પણ મૂળમાં જ બધું ડહોળું ત્યાં લખું તો શું લખું?

3 Responses

  1. I really liked the first line…
    Even other lines are nice…

    Being the first attemp to write something, I must say its really good rachana…!!

  2. આભાર હિમાંશુભાઈ… ! ચાલો, આ બહાને તમને કંઇક લખવાની સ્ફૂરણા થઈ એ મને ઘણું જ ગમ્યું… આશા છે કે તમે ફરીથી અહીં રેગ્યુલર થઈ જઈ અમને સારું સારું વાંચન પીરસતા રહેશો!

    સ.સ. નાં આગળનાં વિષયોમાં પણ તમે જરૂરથી ભાગ લઈ શકો છો!
    http://sarjansahiyaaru.wordpress.com/archives/

  3. શબ્દ લખું કે આંક લખું
    ગઝલ લખું કે કાવ્ય લખું
    બસ થોડા શબ્દોમાં લખું
    યાદ આવે ત્યારે ના લખું

Leave a Reply